ઘરે જ ઇકો-ફ્રેન્ડલી મૂર્તિનું સ્થાપન અને વિસર્જન કરી

સરકારના પ્રયાસોને સફળ બનાવીએ

આવો સૈા સાથે મળી ઉજવીએ ઇકોફ્રેન્ડલી ગણેશોત્સવ

પ્રકૃતિ અને પર્યાવરણનું સમ્માન એજ ગણેશ ઉત્સવની આગવી શાન

માટીની ઇકો ફ્રેન્ડલી મૂતિ ખરીદવાનો જ આગ્રહ રાખીએ

માટીની મૂર્તિ અંગે વધુ માહિતી માટે સંપર્ક કરો
અમદાવાદ:+91-9712947381, +91-6354263641
વડોદરા: +91-9978926242
સુરત: +91-9909979591

Go for Green.. Celebrate Ganesh Chaturthi
The Eco-Friendly Way

માટીમાંથી બનેલ પર્યાવરણ મિત્ર મૂર્તિઓ બાયો-ડિગ્રેડેબલ હોય પાણીમાં જલ્દી ઓગળી જાય છે અને માટી કુદરતી સામગ્રી હોય મૂર્તિના વિસર્જનથી પર્યાવરણને કોઇ પણ પ્રકારનું નુકશાન થતુ નથી.
ગણપતિ બાપાની આરાધના અને ગણેશ ઉત્સવનો આનંદ માણીએ, સાથે સાથે સ્વચ્છતા અને સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખીએ. ઇકો ફ્રેન્ડલી ગણપતિનું ઘરમાં સ્થાપન કરી ઘરે જ કરીએ તેનું વિસર્જન.

GO FOR GREEN ONLY.

રાજયમાં પ્લાસ્ટર ઓફ પેરીસની મૂર્તિઓના બદલે માટીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓના ઉત્પાદનને વેગ આપવા ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થા દ્વારા માટીના મૂતિકારો માટેની પ્રોત્સાહન યોજનાનું અમલીકરણ કરવામાં આવી રહેલ છે. યોજના અન્વયે માટીના મૂતિકારોને રાજય સરકાર દ્વારા ૫૦ ટકા સબસીડાઇઝડ દરથી રેડીટુ યુઝ માટી પુરી પાડવામાં આવે છે તથા લોકો માટીની મૂતિઓ ખરીદવા પ્રેરાય તે માટે ગણેશોત્સવના એક માસ પુર્વે વિવિધ પ્રચારના માધ્યમો દ્વારા સધન પ્રચાર ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે.

ચાલુ વર્ષેે રાજય સરકારશ્રી દ્વારા કુલ ૩૮૧ માટી મૂર્તિકારોને ૨૫૮ ટન માટી ૫૦ ટકા સબસીડાઇઝડ દરથી પુરી પાડવામાં આવેલ છે. ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થા સાથે નોંધાયેલ કારીગરો મારફત ઉત્પાદિત માટીની મૂર્તિ ખરીદવાની અમુલ્ય તક.



માટીના મૂર્તિકારો દ્વારા ઉત્પાદિત માટીની મૂર્તિ

ગુજરાત સરકારશ્રીના માટીની મૂર્તિના આ અભિયાનનો સંદેશ ઘર ઘર પહોચાડીએ.

વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ)

  • વડોદરા ખાતે પારસી અગિયારી મૈદાન, હોટલ સુર્યા પેલેસની સામે, ફતેગજ રોડ, વડોદરા
  • સુરત ખાતે સ્કુલ ચિલ્ડ્રન હોલ/પાર્ટી પ્લોટ, ગંગેશવર મહાદેવ મંદિર પાસે, રાંદેર ઝોન, સુરત
  • અમદાવાદમાં
    ૧. અર્બન હાટ, વસ્ત્રાપુર તળાવ પાસે, વસ્ત્રાપુર, અમદાવાદ
    ર. વલ્લભસદનની પાછળ, સાબરમતી રિવરફ્રન્ટ, અમદાવાદ
    ૩. હસ્તકલા હાટ,વકીલ સાહેબ બ્રીજની નીચે,બોપલ,અમદાવાદ
તા. ૧-૦૯-૨૦૨૪ થી તા. ૭-૦૯-૨૦૨૪ દરમ્યાન માટી મૂર્તિ મેળાનું આયોજન કરેલ છે.

ના, રાજ્યમાં માટીની મૂર્તિનો ઉપયોગ વધે અને પર્યાવરણને થતુ નુકશાન અટકાવી શકાય તે માટે રાજ્ય સરકાર દ્રારા માટીની મૂર્તિ બનાવતા કારીગરોને ગુજરાત સરકારના કુટિર અને ગ્રામોદ્યોગ વિભાગ હેઠળ કાર્ય કરતી ગુજરાત માટીકામ કલાકારી અને ગ્રામ ટેકનોલોજી દ્રારા મૂર્તિના વેચાણ કરતા કારીગરોને પ્રોત્સાહન આપવા માટે રાજયના મુખ્ય શહેેેરોમાં માટી મૂતિ મેળાનું આયોજન કરી કારીગરોને વિના મૂલ્યે સ્ટોલ પુરા પાડી વેચાણ માટે પ્લેટફોર્મ પુરૂ પાડવામાં આવે છે. આમ, ગુજરાત માટીકામ કલાકારી અને ગ્રામ ટેકનોલોજી સંસ્થા એક ફેસીલેટરનો રોલ પુરો પાડી વેચાણ કરનાર કારીગરો અને ખરીદનાર વચ્ચે કડી તરીકે કામ કરે છે. જેથી વેચાણ સબંધિત કોઇ પણ ઉપસ્થિત પ્રશ્નમાં ગ્રાહક અને કારીગરો વચ્ચેના જ ગણાશે.

ગુજરાત માટીકામ કલાકારી અને ગ્રામ ટેકનોલોજી સંસ્થા દ્રારા સ્વરોજગારી માટે ટૂંકા ગાળાની વિના મૂલ્યે તાલીમ તથા માટીકામના વ્યવસાય સાથે સંકળાયેલ કારીગરોને ૭૫ ટકા સબસીડીથી ઇલેક્ટ્રીક પગમિલ અને ઇલેક્ટ્રીક ચાક જેવા સાધનો તથા ૧૦૦ સબસીડીથી ઉર્જા કાર્યક્ષમ ભઠ્ઠી તથા મૂર્તિ બનાવવાની માટીની મૂર્તિ બનાવતા કારીગરોને ૫૦ ટકા સબસીડીથી માટી પુરી પાડવામાં આવે છે. આ યોજનાના લાભો લેવા વધારે માહિતી માટે તમારે ગુજરાત માટીકામ કલાકારી અને ગ્રામ ટેકનોલોજી સંસ્થા, સેક્ટર-૧૨, ગાંધીનગરની રૂબરૂ મુલાકાત કરી શકાય.

માટીની મૂર્તિ વજનમાં ભારે અને થોડી રફ ફીનીશ હોય છે અને ટકોરા મારવાથી હળવો અવાજ આવે છે. જ્યારે પી.ઓપી.ની મૂર્તિ ચમકદાર અને વજનમાં હળવી અને ટકોરા મારવાથી વધારે અવાજ કરે છે.

મૂર્તિના કોઇ ભાગ ઉપર પાણીનું ટીંપુ પડે તો નેચરલ કે વોટર કલર હશે તો કલર ધોવાશે તથા ઓઇલ પેઇન્ટ પાણીના ટીંપાથી ધોવાતો નથી.

ઓગળવાના સમયનો આધાર માટીની મૂર્તિની સાઇઝ કેટલી છે તેના ઉપર આધારિત છે. પરંતુ સામાન્ય રીતે ત્રણથી ચાર કલાકમાં મૂર્તિ ઓગળી જાય.

સંપર્ક

Address

ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થાન
(ગુજરાત સરકારની સંસ્થા)
ઘ-૪ પાસે, સેકટર-૧ર, ગાંધીનગર
ગુજરાત
Website: http://www.rtigujarat.org/
Email: dir-gmkrti@gujarat.gov.in

સંપર્ક નં.

અમદાવાદ: +91-9712947381,+91-6354263641

વડોદરાઃ: +91-9978926242

સુરત: +91-9909979591

98 hits